અંકલેશ્વર અંસાર માર્કેટમાં છાશવારે ચોરો ઝડપાઈ છે જેમાં કેટલાક ચોર ટોળકી દ્વારા અંસાર માર્કેટની દુકાનોને નિશાન બનાવી ચોરી કરતાં હોય છે. ત્યાં જ અંસાર માર્કેટમાં આવેલ રહેમાનીયા ટ્રેડર્સ કે જેમાં માલિક મોહંમદ ફારૂક ખાન છે. તેમના ગોડાઉનમાં 31 મી ડિસેમ્બરે રાત્રી દરમ્યાન બોલેરો જીપમાં આવેલા કેટલાક ચોરોએ ગોડાઉનનું શટર કોઈક સાધન વડે ઊંચું કરીને ગોડાઉનમાં મુકેલ અલગ અલગ કંપનીની ઇલેકટ્રીક મોટરો કુલ 2 ટનની 30 થી 40 નંગની કિંમત આશરે એક લાખ ઉપરાંતની ચોરી કરી ગયા હતા.
આ ચોરીની જાણ 1 જાન્યુઆરીનાં રોજ GIDC પોલીસ મથકમાં કરવા જતાં માત્ર જાણવા જોગ અરજી લેવામાં આવી હતી. જોકે પોલીસે રહેમાનીયા ટ્રેડર્સનાં માલિક ફિરોજખાનને એક મહિના સુધી પોલીસ મથકમાં પાકી FIR કરવા માટે ધક્કા ખવડાવવામાં આવ્યા હતા અને 10 દિવસ પહેલા ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ગોડાઉનમાં ચોરી કરવા માટે આવેલ બોલેરો જીપ અને લોકો CCTV કેમેરામાં કેદ થયા હતા. જેમાં પોલીસે બે વ્યક્તિ અલાઉદ્દીન ઉર્ફે ટીપું અબ્દુલ જબીબ કુરેશી અંસાર માર્કેટ તેમજ પપ્પુ બુધ્ધુ ખાન રહેવાસી વિશનપુર સામે ફરિયાદ દાખલ કરીને 1 લાખ ઉપરાંતનાં મુદ્દામાલની તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરનાં અંસાર માર્કેટનાં રહેમાનીયા ટ્રેડર્સમાંથી ઈલેકટ્રીક મોટરો ચોરી બોલેરો જીપમાં લઈ ભાગી ગયેલા બે શંકમદો સામે GIDC પોલીસે 1 મહિના બાદ પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરી હતી.
Advertisement