Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની અમૃતપુરા પ્રાથમિક શાળાની પ્રવાસ બસને ચીખલી નજીક નડ્યો અકસ્માત, 20 વિદ્યાર્થીઓને ઇજા

Share

અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. આજે પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે 5 વાગ્યે ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત 23 ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માત માં 3 વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નજરે જોનાર એક રાહદારી ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું. કે એક લક્ઝરી બસ સ્પીડમાં પસાર થઈ હતી. ત્યારબાદ અચાનક રોડ બાજુએ ઉતરી જતા જોરદાર અવાજ આવ્યો હતો. હું દોડી ને ગયો તો બાળકોની ચીચયારી સંભળાતી હતી. તાત્કાલિક 108ને જાણ કરી પલટી ખાય ગયેલી લકઝરી બસમાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બીજા લોકો પણ મદદે આવી ગયા હતા. તમામ બાળકો અને વડીલોને બહાર કાઢી 108ની મદદથી સારવાર માટે રીફર કર્યા હતા. લક્ઝરી બસમાં 57 બાળકો હતા જેમાં 23ને ગંભીર ઇજા થઇ હતી. જેમાં 3-4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સ વધ્યા, સૌથી વધુ મહારાષ્ટ્રમાં, બિહાર સૌથી પાછળ.

ProudOfGujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ટીબી પેશન્ટ પ્રોવાઇડર એન્ડ કોમ્યુનીટી મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત હોદ્દેદારોના રાજીનામાથી રાજકીય ક્ષેત્રે સન્નાટો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!