Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના જુના દિવાનાં માર્ગ પર વચ્ચોવચ જોખમી વિજપોલ હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Share

અંકલેશ્વરને અડીને આવેલ દિવા ગામ તરફ જવાના માર્ગ ઉપર માર્ગની વચ્ચોવચ્ચ એક વીજપોલથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ નિર્માણની કામગીરી બાદ આ વીજ પોલ રોડ વચ્ચે આવી જતા તેને ખસેડવાની યોજના હતી પરંતુ વીજ કંપની અને PWD વિભાગ વચ્ચે સંકલનના અભાવને કારણે આજે આ વીજપોલ લોકોમાં અકસ્માતનો ભય ઉભો કરી રહ્યો છે અને ભારોભાર અકસ્માત સર્જાય તેવી વકી છે. રાત્રે આ માર્ગ ઉપર અવરજવર કરનારા લોકો માટે તો આ વીજપોલ ગમે ત્યારે પ્રાણઘાતક નીવડી શકે તેમ છે. આમ છતાંય જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. જે તે સમયે આ માર્ગનું નિર્માણ કરનાર કોન્ટ્રાકટર અને જીઇબીના સંકલનના અભાવે વીજ પોલ લોકો માટે જોખમી બની રહ્યો છે. વીજ વાયર નીચા હોવાથી લોકોને કરંટ લાગવાનો ભય, સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી સ્થાનિકોની માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નર્મદાના કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી અને ઇકો ટુરીઝમ ખાતે ટોળાંનો આતંક.

ProudOfGujarat

ઝઘડિયાના ઉમલ્લાની શૈક્ષણિક સંસ્થાએ ૨૫ વર્ષ પુર્ણ કરતા કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

કોના સીરે ભરૂચ જિલ્લા પંચાયતનાં પ્રમુખનો તાજ, ત્રણ મહિલાઓ છે રેસમાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!