Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના ચૌટા નાકા નજીક બેન્કમાંથી એક લાખ રૂપિયા ઉપરાંતની રકમ ઉપાડીને બાઈકની ડીકીમાં મુકેલ રૂપિયા ગઠિયાઓ મહિલાની નજર સામે જ ડીકીમાંથી લઇ ફરાર થઈ ગયા હતા.

Share

અંકલેશ્વર શહેરમાં ફરીવાર ચીલ ઝડપની ધટના બપોરના સુમારે બની છે. જેમાં સુરતના માંગરોળ તાલુકાના બીદાણા ગામ ખાતે રહેતા રતિલાલભાઈ મગનલાલ વસાવા નાઓએ બેંકમાંથી પૈસા ઉપાડી પોતાની બાઈકમાં ડીકીમાં રૂપિયા 10,8000 મુક્યા હતા આ દરમિયાન તેમની પત્ની લલીતાબેન બાઈક પાસે ઉભા હતા અને રતિલાલ ભાઈ સામેના રસ્તા ઉપર કામ માટે ગયા હતા. આ દરમિયાન બે ગઠિયાઓ આવ્યા બાઇકની ડીકીમાંથી રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયા હતા. લલીતાબેન કંઈ સમજે તે પહેલાં ગઠિયાઓ ફરાર થઈ જતા તેમણે પતિને બૂમ પાડી હતી. જોકે પોતાના મકાન માટે લાવવામાં આવેલા રૂપિયા ગઠિયાઓ લઈ જતા દંપતીના હોશ ઉડી ગયા હતા. આ બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં પોલીસે ગુનો દાખલ કરી ધટનાની તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગનાં બલદવા, પીંગોટ અને ધોલી ડેમની કેનાલને નવીનીકરણ કરવા ખેડુતોની માંગ.

ProudOfGujarat

મીરાં નગર નજીક અજાણી યુવતીની લાશ મળી આવતા સનસનાટી

ProudOfGujarat

પર્યાવરણનાં દુશ્મનો બેફામ : અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા કથળી, એર ક્વોલીટી ઈન્ડેક્ષ પહોંચ્યો રેડ ઝોનમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!