અંકલેશ્વર ઝધડિયા અને વાલિયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક વધ્યો છે અને તેને પગલે ગામમાં દીપડો દેખાતા ગામલોકો ફફડી ઉઠે છે. ત્યારે હમણાં સુધીમાં ઝધડિયા પંથકમાં જ 30 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે. ગઈકાલે જ એક દીપડો ઝડપાયો હતો અને આજે અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે ફરીવાર દીપડાએ વૃદ્ધાને નિશાન બનાવી છે. એક વૃદ્ધા રાત્રિના ઘરે કાચા મકાનમાં સૂઇ રહી હતી તે દરમિયાન દીપડાએ હુમલો કરીને તેના મોઢાના ભાગે તેમજ શરીરે બચકા ભર્યા હતા અને તેને ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો જોકે વૃદ્ધાએ બૂમાબૂમને પગલે અને ચીસાચીસને પગલે આજુબાજુના ઝુંપડામાં રહેતા લોકો દોડી આવ્યા હતા જેને લઇને દિપડો ભાગી છૂટ્યો હતો પરંતુ વૃદ્ધાને ગંભીર ઈજા થતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પાછલા દિવસોમાં ભરણ ગામ નજીકથી જ શેરડી કાપતા મજૂરના બાળકીને દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી અને તેનું મોત થયું હતું ત્યારે ફરીથી ભરણ ગામે દીપડો દેખાતા અને વૃદ્ધા પર હુમલો થયા બાદ ગામલોકો દીપડાના ભયથી ભયભીત થયા છે એટલું જ નહીં પણ હવે વન વિભાગ પણ દોડતું થયું જાણવા મળ્યું છે.
અંકલેશ્વરનાં ભરણ ગામે ઘરમાં રહેલી વૃદ્ધા પર દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
Advertisement