દેશભરમાં CAA નાં વિરોધમાં ભારત બંધનાં એલાનમાં અંકલેશ્વરમાં જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. મુસ્લિમ સમજે મૌન રેલી યોજીને રાષ્ટ્રગીત ગાઈને વિરોધ કર્યો હતો. જયારે દલિત મુસ્લિમ સમાજ દ્વારા ડૉ.બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. દેશભરમાં આજે કાળો કાયદો સમાન CAA નો વિરોધ થઈ રહ્યો છે, પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યાં આજે અંકલેશ્વર શહેર તાલુકામાં બહુજન ક્રાંતિ મોરચા-જમીરબે ઉલ્મા એ હિન્દ સહિતનાં સંગઠનો દ્વારા વેપાર ધંધા બંધ રાખીને “ભારત બંધ ” ને સફળ બનાવવા માટે કરેલા એલાનને પગલે અંકલેશ્વર પંથકમાં બંધનાં એલાનને ભારે સફળતા મળી હતી. આજે અંકલેશ્વર APMC માર્કેટ સંપૂર્ણ બંધ રહ્યું હતું. શહેરનાં ત્રણ રસ્તા સર્કલ પાસે ભરાતાં શાકભાજી માર્કેટ પણ સંપૂર્ણ બંધ રહ્યું હતું. પ્રતિન ચોકડી, અંસાર માર્કેટ સહિત લધુમતી વિસ્તારોની દુકાનો બંધ રહી હતી. જયારે શહેરનાં કસ્બાતીવાડ, સર્વોદય નગર, સપના સોસાયટી, મુલ્લાવાડ અને મુસ્લિમ વિસ્તારોમાંથી મહિલાઓ, બાળકો, યુવાનો, આગેવાનો દ્વારા આજે CAA નો વિરોધ કરતાં પ્લે કાર્ડ લઈને પોત પોતાનાં વિસ્તારોમાં મૌન રેલી સ્વરૂપ સ્વયંભૂ જોડાયા હતા. આ હજારો મહિલાઓ, બાળકો, યુવાનોએ ત્રણ રસ્તા સર્કલ નજીક પહોંચી CAA વિરોધ કર્યો હતો અને ત્યાં રાષ્ટ્રગીત ગાઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મુસ્લિમ મહિલા અને આગેવાનોનાં આ શોભા પૂર્ણ વિરોધથી લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. જયારે શહેરનાં જાગૃત લોકો અને મુસ્લિમ દલિત સમાજનાં લોકોએ આજે અનલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે આવેલ ડૉ.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ત્રણ રસ્તા સુધી રેલી સ્વરૂપે આવીને રાષ્ટ્રગીત ગાઈને ભારત બંધને સફળ બનાવવા અપીલ કરી હતી. આમ અંકલેશ્વરમાં આજે ભારત બંધને સફળતા મળી હતી.
અંકલેશ્વરમાં CAA નાં વિરોધમાં વેપાર ધંધા બંધ રેલી યોજી રાષ્ટ્રગીત ગાઈ વિરોધ કર્યો.
Advertisement