અંકલેશ્વર શહેરમાં નગર પાલિકાનો વહીવટ ભેદભાવપૂર્ણ હોય તેવું લોકોને લાગી રહ્યું છે. અંકલેશ્વર શહેરમાં વારંવાર ડ્રેનેજ ઉભરાવવાના કારણે અનેક લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. ત્યાં નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં ડ્રેનેજ ઉભરાવવાના કારણે ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગંગા જમના સોસાયટી, ભાટવાડ, સુરતી ભાગોળ જેવા વિસ્તારોમાં 900 થી 1000 લોકોના મકાનો છે વારંવાર ડ્રેનેજ ઉભરાય એના કારણે રસ્તા ઉપર ગંદુ પાણી વહેતું થાય છે તેને કારણે અનેક લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે એટલું જ નહીં પણ રોગચાળો ફાટી નીકળે એવી દહેશત વ્યકત કરી છે. પરંતુ આ મામલે વારંવાર નગરપાલિકાના સત્તાધીશોને અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઇ જ પરિણામ આવ્યું ન હતું આજે પણ હજારો લોકો ડ્રેનેજ ઉભરાય એના કારણે પરેશાન છે ત્યારે આજે ડ્રેનેજ સંપ બનાવવા માટે વિરોધપક્ષના ઉપનેતા શરીફભાઈ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ખુલ્લો પત્ર લખી 31 માર્ચ 2020 સુધી આ ડ્રેનેજ સંપને બનાવવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ અલ્ટીમેટમને ધ્યાનમાં લઇ કેટલી વહેલી તકે કામ કરવામાં આવનાર છે
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9 માં ડ્રેનેજનું કામ નહિ થતા વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા દ્વારા ચીફ ઓફિસરને ખુલ્લો પત્ર લખ્યો છે.
Advertisement