અંકલેશ્વરનાં બોરિદ્રા ગામમાં 25 મીનાં રાત્રીનાં દાયમા પરિવારનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી પોણા બે લાખની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ શહેર પોલીસ મથકમાં દાખલ થઈ છે. અંકલેશ્વરમાં તસ્કરોએ ફરી ખળભળાટ મચાવવાનું શરૂ કર્યું છે. લોકોને શિયાળાની પણ મીઠી નિંદ્રા માણવા દેતા નથી. ત્યાં એ બોરિદ્રા ગામમાં બંધ મકાનને નિશાન બનાવ્યું છે. જયારે મળેલી વિગતોમાં બોરિદ્રા ગામે પાણીની ટાંકી ફળિયામાં રહેતા ધર્મેન્દ્રસિંહ દાયમાનાંઓ 24 મીનાં સાંજનાં તેમના દાદાને ઘરે વડોદરા માતા અને બહેન સાથે ગયા હતા અને તેમના પિતા લુપીન કંપનીમાં કામ પર ગયા હતા. આ દરમ્યાન 25 મીએ રાત્રીનાં સમયે તેમના બંધ ઘરનાં દરવાજાનાં નકુચા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં મુકેલ તિજોરીને તોડી નાંખી અંદર મૂકેલા સોના-ચાંદીના દાગીના કિંમત રૂ.1,48,000 તેમજ રોકડા રૂપિયા 24 હજાર મળીને કુલ રૂ.1,72,400 નાં મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. 26 મીએ ધર્મેન્દ્રસિંહનાં પિતા નોકરી પરથી ઘરે આવતા દરવાજાનો નકુચો તૂટેલો જોતાં અને ઘરનો સામાન વેર વિખેર જોતાં તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે ચોરી અંગે ગુનો દાખલ કરીને આગળની તપાસ શહેર પોલીસ ચલાવી રહી છે.
.
અંકલેશ્વરનાં બોરિદ્રા ગામે દાયમા પરિવારનાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી પોણા બે લાખની મત્તા લઈ તસ્કરોએ ખળભળાટ મચાવ્યો.
Advertisement