Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ કોમ્પ્લેક્ષની દુકાનમાં શટર ઊંચું કરીને મોબાઈલ ફોન અને લેપટોપ સહિત સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા.

Share

અંકલેશ્વરનાં ખરોડ ગામનાં રહીશ સાહિલ શબ્બીર સૈયદ હાઇવે ઉપર નવજીવન હોટલ નજીક બેતુલ કોમ્પ્લેક્ષમાં એન.જી.એન મલ્ટી કલેકશન એન્ડ મોબાઈલ શોપ ચલાવે છે.

ગત રાત્રીનાં સમયે દુકાન બંધ કરી ઘરે ગયા હતા અને મોડી રાત્રીનાં સમયે કોઈક તસ્કરોએ દુકાનનું શટર કોઈક સાધન વડે ઊંચું કરીને અંદર પ્રવેશ કરીને દુકાનમાં મૂકેલા અલગ અલગ કંપનીનાં 17 નંગ મોબાઈલ કિંમત રૂ. 1,62,782 તેમજ લેપટોપ સહિતનો સામાન મળીને કુલ રૂ. 1,90,822 ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં આવતા પોલીસે ચોરી અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

આપમાંથી કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું, સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો.

ProudOfGujarat

કરજણ તાલુકાના વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ

ProudOfGujarat

ઝઘડીયા ખાતે ભાજપા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!