Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રીમતી કુસુમબેન કડકીઆ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

Share

૨૫મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા હોવાથી આજે શ્રીમતી કુસુમબેન કડકીઆ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી શિવજીભાઇ વાઘ નાયબ મામલતદાર શ્રી આદિત્ય ત્રિવેદી સામાજિક કાર્યકર શ્રી મોહનભાઇ જોષી વરિષ્ઠ અધ્યાપક ડૉ.કે એસ ચાવડા એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર્સ પ્રો.પ્રવિણકુમાર બી પટેલ તથા ડૉ.જય શ્રી ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો. ડૉ.કે એસ ચાવડાએ ભૂમિકા બાંધી હતી મામલતદાર શ્રી તથા નાયબ મામલતદાર શ્રી પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. મતદાન મતદાતા અને લોકશાહી વિશે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. મોહન જોષીએ મતદાતા જાગૃતિ વિશેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. કોલેજના કેમ્પસ એમ્બેસેડર શ્રી સોહિલ દીવાનને વર્ષની શ્રેષ્ઠ કામગીરી માટે મામલતદાર તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. કેમ્પસ એમ્બેસેડર શીતલ પરમારને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા વિશે ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ.જયશ્રી ચૌધરીએ કર્યું હતું અને આભારવિધિ પ્રધ્યાપક પ્રવીણકુમાર બી. પટેલે કરી હતી. જીએસ અર્પણ પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા .

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જવાનો પ્રયાસ કરનાર કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના સમડી ફળિયામાં તસ્કરોએ બેથી વધુ મકાનોને નિશાન બનાવ્યા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!