Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : વિધાનસભાના વિપક્ષના પ્રમુખ પરેશ ધાનાણીએ કેન્દ્ર અને ભાજપની સરકાર સામે આકરા પ્રહાર કર્યા.

Share

અંકલેશ્વર ખાતે આજરોજ વિધાનસભાના વિપક્ષના પ્રમુખ પરેશ ધાનાણીએ કેન્દ્ર અને ભાજપની સરકાર સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર પ્રજા વહીવટની કામગીરીમાં સદંતર નિષ્ફ્ળ નીવડી છે. અંકલેશ્વરના સનત રાણા હૉલ ખાતે યોજાયેલ કોંગ્રેસ પક્ષના ” વિચાર સંવાદ ” કાર્યક્રમમાં કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષ ના પ્રમુખ પરેશ ધાનાણી હાજર રહ્યા હતા અને અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના કાર્યકર્તા ઓને સંગઠન સહીત અન્ય જનહિતના પ્રશ્નો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્થાનિક મીડિયા સમક્ષ તેઓએ જણાવ્યું હતું કે વર્તમાન કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર ખેડૂત વિરોધી નીતિ રીતિને કારણે વહીવટ ચલાવવામાં સદંતર નિષ્ફળ પુરવાર થઇ છે, ગરીબી રેખાનો ગ્રાફ દિનપ્રતિદિન ઊંચોને ઊંચો જઈ રહ્યો છે, મોંઘવારીએ પ્રજાની આર્થિક રીતે કમર તોડી નાંખી છે, બેરોજગારીએ માંજા મૂકી છે, બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર સરકારી તિજોરીનો વેડફાટ કરી રહી છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં દર 20 મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે. નોટબંઘી અને જી.એસ.ટી.ના કારણે અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે. આ વિચાર સંવાદ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર તાલુકા ના કોંગ્રસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

મહિલા સશક્તિકરણ અને અંગદાનની જન જાગૃતિ માટે વુમન્સ કાર રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : આજે સાંજ સુધીમાં નર્મદા નદીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના.

ProudOfGujarat

ડેડીયાપાડા ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની જુગારના અડ્ડા પર રેડ : સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!