Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રેસ ડે નિમિતે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા સંગઠન દ્વારા અંકલેશ્વરના વરિષ્ઠ પત્રકાર નટવરભાઈ ગાંધીનું સન્માન કરાયું

Share

અંકલેશ્વર આજે પ્રેસ દિન નિમિતે આદરણીય સન્માનનીય વડીલ એવા નટવરભાઈ ગાંધી ( ઉ.વ. 89), કે જેઓ અંકલેશ્વરના સૌથી સિનિયર પત્રકાર હોય, તેઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં પત્રકાર એકતા સંગઠનના ધર્મેશ મિસ્ત્રી, અતુલ મુલાની, મનીષ રાણા, વિનય વસાવા, મુનિર શેખ, સુરેશ ગાંધી, ભાવસિંહ વસાવા, અકબર દીવાન, વિનોદ પટેલ, મુકેશ વસાવા વિગેરે ઉપસ્થિત રહી તેઓની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. વરિષ્ઠ પત્રકાર નટવરભાઈ ગાંધીએ તમામ પત્રકારોને આશીર્વચન આપી પ્રજાની પડખે રહી ખંતપૂર્વક પત્રકાર ધર્મ નિભાવવા શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે પત્રકાર એકતા સંગઠનના અંકલેશ્વર તાલુકાના પ્રમુખ વિનય વસાવાએ જિલ્લા ના તમામ પત્રકારો ને પ્રેસ ડે નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાલ દ્વારા સ્વચ્છતા અભિયાન, સામાજિક કાર્યકર અને સાહિત્યકારોનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભારત બંધનાં એલાનને સમર્થન આપતા રાષ્ટ્રીય વિકાસ સંધનાં રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદસિંહ રણા…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કાકલપોર સરસાડ સુથારપરા પ્રા.શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!