Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક ફાટક પાસે પાછળથી ટ્રક ચાલકે વેગેનાર કારને ટકકર મારી બે વાહનોને અડફેટે લઈ લેવાની ધટના ધટી છે.

Share

અંકલેશ્વર ઝધડીયા વચ્ચેનો રસ્તો હંમેશા વાહન ચાલકોથી ભરેલો રહે છે ત્યારે નાના મોટા અકસ્માતો થાય છે. ગઇકાલે રાત્રીનાં હાઈવા ચાલકે આશાસ્પદ યુવકને અડફેટે લઈને મોતને ધાટ ઉતારવાની ધટના બાદ આજે વહેલી સવારે ફરી હાઈવા ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા છે. સવારે રાજપીપળા ચોકડી નજીક ફાટક પાસે પૂર ઝડપે જતાં હાઇવા ચાલકે મારૂતિ વેગેનાર સહિત અન્ય વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ ત્રણ વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે અકસ્માત સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ત્યારે હવે આ રાજપીપળા-અંકલેશ્વર રોડ ઉપર વાહન ચાલકોની ગતિ મર્યાદાને ધીમી કરવાનાં બોર્ડ મારવાની જરૂરત ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં બુટલેગરની પાસા એક્ટ હેઠળ અટકાયત.

ProudOfGujarat

ઝઘડિયામાં ‘ખુશાલી સેહત’ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા સ્તન કેન્સર જાગૃતતા અંગે આંગણવાડી અને આશા કાર્યકરની તાલીમ યોજાઈ

ProudOfGujarat

આમોદના ઇખર ગામની વિદ્યાર્થીની એ ભાવનગર મેડિકલ કોલેજમાં બી.એચ.એમ.એસ. માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!