Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરમાં આવેલ ચૌટાનાકા ખાતે શ્રી મણિ ગોવિંદજી ભૂખ્યાને ભોજન સંસ્થાન દ્વારા સેન્ટર શરૂ કરાયું.

Share

અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યાને ભોજન સેન્ટર બાદ મકરસંક્રાંતિના રોજ અંકલેશ્વર શહેરમાં આવેલ ચૌટાનાકા ખાતે શ્રી મણિ ગોવિંદજી ભૂખ્યાને ભોજન સંસ્થાન દ્વારા સેન્ટરનો પ્રારંભ કરાયો હતો. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે શ્રી ફળ વધેરી ભુખ્યાને ભોજન સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જેમાં હમ ટીવી ન્યૂઝ ચેનલના ડાયરેકટર અસલમ ભાઈ ખેરાળી તથા આ સેન્ટર પ્રીત મ્યુઝીક માંગીલાલ રાવલ અને નીરવ મેમોરિયલ ટ્રસ્ટના બાબાભાઈ પટેલ તેમજ પૂર્વ નગર પાલિકા પ્રમુખ સંદીપ પટેલના સહયોગથી કાર્યરત કરવામાં આવ્યું છે. ઉદ્ધાટન પ્રસંગે સામાજિક આગેવાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગર પાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ,કામદાર સમાજના આગેવાન ડી.સી.સોલંકી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા એમજીવીસીએલ ના કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા.

ProudOfGujarat

સુરત રહેતા આઠ પ્રવાસીઓ પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબ્યા, એકનો બચાવ સાતની શોધખોળ હાથ ધરાઇ…

ProudOfGujarat

પંચમહાલ : મહીસાગર જનપદમાં આજે ગૌરવ પરીક્ષા લેવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!