આજરોજ અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલ માં રેસીડેન્સીમાંથી આધળી ચાકણ દેખાતા સ્થાનિક રહીશોએ જીવદયા પ્રેમી કૌશિક પટેલને જાણ કરી હતી જીવદયા પ્રેમીઓની ટીમ સ્થળ પર દોડી આવી મહામહેનતે સરીસૃપને પકડી પાડી વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આધળી ચાકણનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે કરવામાં આવે છે પરંતુ આ સરીસૃપ તાંત્રિક વિધિ માત્ર વહેમ હોવાનું જીવદયા પ્રેમીઓ માની રહ્યાં છે ત્યારે આ સરીસૃપ અંકલેશ્વર વિસ્તારમાં જોવા મળતું નથી આ પીળી માટીમાં જ જોવા મળે છે.
Advertisement