અંકલેશ્વરમાં જુદી જુદી બોગસ કંપની બનાવી ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરવાના ગુનામાં ચોરાયેલ ચાર ફોરવ્હીલ ગાડીઓને ભરૂચની એસ.ઓ.જી પોલીસે અલગ-અલગ રાજ્યોમાંથી રિકવર કરી છે.
ફરિયાદી તથા ફરિયાદીના પતિને આ કામના આરોપીઓએ વિશ્વાસમાં લઈ જુદીજુદી બેંકમાં લોન લઈ ભરૂચ, અંકલેશ્વર, મુંબઈ તથા રાયપુર ખાતેના જુદાજુદા શોરૂમમાંથી જુદીજુદી કંપનીઓની ગાડીઓ મેળવી લઈ ગુનાહિત કાવતરું રચી એકબીજાના મેળાપીપણામાં ગુનો કરતાં આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં ગુનો દાખલ થયેલ જે આધારે આ ગુનાના આરોપીઓ તથા ગાડીઓની શોધખોળ કરવાની કામગીરી કરતાં ટીમ બનાવી અલગ અલગ રાજ્યોમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સથી ચાર કારને ઝડપી પાડેલ છે જેમાં છત્તરપુર ખાતેથી સિલ્વર કલરની સ્કોર્પીઓ ગાડી રજીસ્ટર નંબર MH 02 FY 2617 કિંમત રૂપિયા 15,00,000, લખનૌ અને મુંબઈ ખાતેથી મહિન્દ્રા થાર કાળા રંગની રજીસ્ટર નંબર GJ – 16 DK 0720 રૂ. 15, 00,000, મહિન્દ્રા થાર કાળા રંગની રજીસ્ટર નંબર GJ 16 DK 0171 રૂ. 15, 00,000, નાગપુર ખાતેથી મહિન્દ્રા થાર કાળા રંગની મોડલ નંબર THAR LX HARD TOP રૂ. 15, 00,000/- આમ અલગ અલગ રાજ્યોમાંથી એસઓજીની ટીમે કુલ ચાર ગાડીઓ કબજે કરેલ છે.