ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, ખાસ કરી અંકલેશ્વર પંથકમાં અકસ્માતનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, આજે સવારથી બપોર સુધી બે જેટલી અલગ અલગ અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી, જેમાં એક વ્યક્તિ એ જીવ ગુમાવ્યો હતો તો અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તેમજ પાંચ જેટલાં વાહનોને નુકશાની થવા પામી હતી.
અંકલેશ્વર પંથકમાં અકસ્માતની પ્રથમ ઘટના હવા મહેલ રોડના ટર્નીંગ પર બની હતી, જ્યાં રીક્ષા અને મીની ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત તેમજ અન્ય બે જેટલાં લોકો ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અકસ્માતની ઘટનાના પગલે અંકલેશ્વરના જ ભાટવાડ વિસ્તારના યુવાનનું મોત નીપજતા વિસ્તારમાં ગમગીની ભર્યો માહોલ છવાયો હતો.
તો અકસ્માતની અન્ય એક ઘટના ભરૂચ – અંકલેશ્વર માર્ગ પર નર્મદા મૈયા બ્રિજની આગળ સર્જાઈ હતી, જ્યાં બે એસ ટી બસ અને એક કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ અકસ્માતના કારણે વીજ પોલ પણ તૂટી જતા રસ્તા પરથી અવરજ્વર કરતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં એકનું મોત બે ઘાયલ, પાંચ વાહનોને નુકશાન
Advertisement