આમલાખાડી પર રેલવે કોરિડોર દ્વારા પાઇપો નાખી બનાવવા માં આવેલ હંગામી રસ્તો આમલાખાડી નાં વહી રહેલ પાણી માટે અવરોધ રૂપ બની રહ્યો છે. ચાલી રહેલ વર્ષા ઋતુ માં જો ધોધમાર વરસાદ વરસાદ આવશે તો પીરામન ગામ અને અંક્લેશ્વર શહેરની પ્રજા ને હાલાકી નો સામનો કરવો પડશે.
પિરામન નાં રહીશ સલીમ પટેલે જણાવ્યું હતું કે “આમલાખાડી ઓવર ફલો થવાના કારણે રસ્તાઓ બંધ થઇ જાય છે. આ સીઝન માં ગત ઓછા વરસાદ માં પણ પિરામન ગામ નો રસ્તો બંધ થઈ ગયો હતો. હાલ ઓ એન જી સી બ્રિજ બંધ હોવાથી જી આઇ ડી સી તરફ અવર જવરના માટે બાકી રહેલ એક માત્ર રસ્તો બંધ થવા થી પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહેલ છે. આ બાબતે અમોએ મામલતદાર સાહેબ અંક્લેશ્વર ને જૂન મહિના માં જાણકારી આપી હતી સાહેબે ચોમાસા પેહલા પાઇપો દૂર કરાવવાની સૂચનાઓ આપી હતી પણ તે દૂર કરવામાં આવી નથી.અમો ફરી એકવાર મોટી આફત આવે તે પેહલા દૂર કરાવવાની વિનંતી કરીએ છીએ.
અંકલેશ્વર : આમલાખાડી પર રેલવે કોરિડોર દ્વારા પાઇપો નાખી બનાવવામાં આવેલ હંગામી રસ્તો દૂર કરવા પ્રજાની માંગ
Advertisement