અંકલેશ્વર ખાતે કાર્યરત અંકલેશ્વર પબ્લિક સ્કૂલને ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા 5 કમ્પ્યુટર સિસ્ટમ ભેટ આપવામાં આવી છે.
અંકલેશ્વર ઉંમરવાળા માર્ગ પર આવેલા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ વર્ષોથી આર્થિક રીતે પછાત અને છેવાડાના માનવીના સંતાનોને એકદમ નજીવી ફીમાં ઉછેર અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપી રહી છે આ શાળાની આ પ્રવૃત્તિથી ખુશ થઈને અંકલેશ્વર ખાતે આવેલી ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા વિદ્યાર્થીઓને ભણતરમાં મદદરૂપ થાય તે હેતુથી સીએસઆર ફંડમાંથી 5 કમ્પ્યુટર સિસ્ટમ ભેટ આપવામાં આવી છે જેને લઇને વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ ટ્રસ્ટીઓમાં પણ આનંદની લાગણી પ્રવર્તી રહી છે.
Advertisement