Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : કડકિયા એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા એમસીએ કોર્સ શરૂ કરાયો

Share

અંકલેશ્વર ખાતે વર્ષોથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત મણીલાલ હરિલાલ કડકીયા કોલેજ અને એજ્યુકેશન કેમ્પસે 2023-24 થી એમસીએ કોર્સની શરૂઆત કરી છે.

અમદાવાદની ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી અને નવી દિલ્હીની AICTE દ્વારા આ કોર્સ માન્યતા આપવામાં આવી છે. આ કોર્સની શરૂઆતથી અંકલેશ્વર ઉપરાંત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અને નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને પણ તજજ્ઞ શિક્ષકો દ્વારા ઉચ્ચતમ શિક્ષણ મળશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Advertisement

આ અંગે કડકીયા ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર શ્યામ કડકિયાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ક્યાંય પણ માત્ર કોમ્પ્યુટર એપ્લિકેશનની કોલેજ હતી નહીં. વર્ષોથી લોકોની માંગ હતી એટલે આ માન્યતા પ્રાપ્ત કરીને અમે આ કોર્સની શરૂઆત કરી છે જેથી જિલ્લાના વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને સૌથી વધુ સવલત મળશે.

કોલેજના અને એમસીએ વર્ગના પ્રિન્સિપાલ ડોક્ટર પુરવ તલાવિયા એ જણાવ્યું હતું કે સારામાં સારું શિક્ષણ આપવું એ અમારું ધ્યેય છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં આ કોર્સની શરૂઆત થઈ એ દરેક માટે એક સૌથી સારો અને અનુભવ મળશે. આ જ ડિગ્રી લઈને ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાંથી લઈ દરેક જગ્યાએ એમને નોકરીની સવલતો ઊભી થશે એ જ અમારું ધ્યેય છે.


Share

Related posts

વડાપ્રધાન મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્રુઝ બોટનું લોકાર્પણ કરાવવા તાડામાર તૈયારી, ક્રુઝ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બનશે.

ProudOfGujarat

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચતા BTP નાં છોટુ વસાવાનો કટાક્ષ, કહ્યું બાળક જીદ કરે ને રડવા બેસે તો લોલીપોપ આપી ચૂપ કરી દેવાય, છોટુ વસાવા…

ProudOfGujarat

ભરૂચ : સહકારી ચૂંટણીઓ સમયસર યોજવા માટે કોંગી અગ્રણીની રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!