અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના એકમોનું અને NCT થી દરિયા સુધી જતી પાઈપલાઈનમાં પુનગામ પાસે ભંગાણ સર્જાતા ઔદ્યોગિક એકમોના ડીસ્ચાર્જને બંધ કરવાની સૂચનાઓ અપાઈ છે. ગઈકાલે મોડી રાત્રે બનેલ ઘટનાનું મરામતનું કામ ચાલી રહ્યું છે સવારથી હાલ સુધી ગંદા પાણીને બહાર કાઢવાની જ(ડી-વોટરીંગ) કામગીરી થઇ છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ હાંસોટ જતા મુખ્ય માર્ગ પાસે આ ભંગાણ સર્જાયું છે અમોએ વહેલી સવારે સ્થળ મુલાકાત કરતા ત્યાં હાજર NCT કર્મચારીઓ દ્વારા પ્રદુષિત પાણીને આમલાખાડીમાં બાય-પાસ કરવામાં આવ્યુ હોવાનું જણાયું હતું. અમોએ આ બાબતની મૌખિક ફરિયાદ જીપીસીબી અને NCT ને કરી હતી. મોડી સાંજે ફરી સ્થળ મુલાકાત કરતા જણાયું હતું કે અનેક કર્મચારીઓ અને અધિકારીઓની હાજરીમાં આ પ્રદુષિત પાણીને પમ્પો દ્વારા કુદરતી વરસાદી ગટરોમાં નિકાલની કાર્યવાહી થઇ રહી હતી, આમ મુખ્ય માર્ગ પર જાહેરમાં ગેરકાયદેસર રીતે નિકાલ થતું હતું. કાયદા મુજબ NCT માથી આ પ્રદુષિત પાણીને તાત્કાલિક અસરથી બંધ કરવાનું હોય છે તેમજ ખાડીઓમાં રહી ગયેલ પ્રદુષિત પાણીને ટેન્કરમાં લઇ NCT માં લઇ જવાનું હોય છે. ફરી એક વખત આ ઘટનાની ફરિયાદ અમોએ NCT ના અધિકારીઓને કરી હતી. આ નિકાલથી ભૂગર્ભ જળને અને પર્યાવરણને ગંભીર નુકશાન થઇ રહ્યું છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનું પ્રદુષિત પાણી ખાડીઓમાં વહેતા ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ
Advertisement