Proud of Gujarat
FeaturedGujaratINDIA

બ્યુટી એજ્યુકેશન એન્ડ ટેલેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયામાં અંકલેશ્વરના રશ્મી જોશીને મેન્ટર ઓફ ધ યર તરીકેનો એવોર્ડ એનાયત કરાયો

Share

મુંબઈ ખાતે યોજાયેલ બ્યુટી એજ્યુકેશન એન્ડ ટેલેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયામાં અંકલેશ્વરના વર્ષોથી બ્યુટીશિયન અને કોસ્મેટોલોજીસ્ટ રશ્મિ જોશીને પ્રથમ પ્રાઈઝ અને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રશ્મી જોશી વર્ષોથી અંકલેશ્વરમાં બ્યુટી પાર્લરના કોર્સ ચલાવે છે અને પોતાના પાર્લર પણ ચલાવે છે. યુવતીઓને પગભર કરવા માટે તેઓ સદૈવ તત્પર હોય છે. એમના હાથ નીચે તૈયાર થયેલી અનેક યુવતીઓએ પોતાના પાર્લર શરૂ કર્યા છે. મહિલા ઉત્થાન માટે હંમેશા તત્પર એવા રશ્મિ જોશી એમના પાર્લરમાં શીખેલી યુવતીઓને લોન પણ આપે છે જેથી તેઓ સ્વનિર્ભર બની શકે.

તેમની આ પ્રતિભા અને કામગીરીથી પ્રભાવિત થઈને હાલમાં જ મુંબઈમાં યોજાયેલ બ્યુટી એજ્યુકેશન એન્ડ ટેલેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયામાં તેમની આ કામગીરીની નોંધ લેવાઈ અને તેમને મેન્ટર ઓફ ધ યર તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ મળતાં તેમને તેમના હાથ નીચે તૈયાર થયેલી તમામ યુવતીઓએ અને સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ના કતોપોર બજાર માં આવેલ જય ભવાની જ્વેલર્સ ની દુકાન માં તસ્કરો એ ત્રાટકી લાખ્ખો રૂપિયા ના મુદ્દામાલ ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા

ProudOfGujarat

સુરતમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૬૬ કે.વી.ના ૧૪ સબ સ્ટેશન બનાવવાનું આયોજન.

ProudOfGujarat

વડોદરા ગ્રામ્ય પોલીસે વેસ્ટ કેમિકલનો ગેરકાયદેસર નિકાલ કરનાર ષડયંત્રનો પર્દાફાસ્ટ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!