Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અંકલેશ્વરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન..!:

Share

દેશભર માં પેટ્રોલ,ડીઝલ ના વધતા ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ આક્રમક બન્યું છે,અંક્લેશ્વર કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ પંપ ખાતે ધસી જઇ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદશન કરવામાં આવતા પોલીસે 15 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી હતી, ગઇકાલે ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ આક્રમક બન્યું હતુ.

અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારેત્રણ રસ્તા સર્કલ ખાતે ક પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સામે મોદી સરકાર વિરોધી પોસ્ટરો લઇ સ્ટેશન રોડ પર ભારે સૂત્રોચ્ચાર કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું સાથે પેટ્રોલ વગર ની બાઇકો અને પોસ્ટરો લઈ આક્રોશ વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

Advertisement

જુદા જુદા ટેકસ લાદવીને આજરોજ પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા એટલે કે રૂ.100ને પર ગયો હોવાથી અને રાંધણ ગેસના ભાવ 800-900 ગયો હોવાથી ભારતીય જનતા પાર્ટીને ભાવ વધારો પરત ખેંચવા માટે સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જોકે વિરોધ કરી રહેલા 15થી વધુ કાર્યકરો ની પોલીસે અટકાયત કરી હતી.

ભવિષ્યમાં જો ભાવ ઘટાડો નહીં કરવામાં આવે તો કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા ધરણા પર ઉતરીને લોકોના સહકાર લઈને સખત પગલાં લેવામાં આવશે તેવી જાહેરમાં ચીમકી આપવામાં આવી હતી.
રિધ્ધી પંચાલ ભરૂચ


Share

Related posts

પંચમહાલ મા હવે શિવસેના સ્વચ્છતા અભિયાન ચલાવશે

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં અમીછાંટણા–વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કારને નડ્યો અકસ્માત, ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં પ્રમુખનો થયો આબાદ બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!