Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી, રૂરલ અને કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓ દમણથી ઝડપાયા

Share

ભરૂચ જિલ્લામાં દારૂ જુગાર જેવી ગુનાખોરીને અંજામ આપી પોલીસને ચકમો દઈ ફરાર થતા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ સહિતની ટિમો કામે લાગી છે, જેમાં વધુ બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા પ્રાપ્ત થઈ છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો કિરીટભાઈ પરીખ તેમજ રાજેન્દ્ર હીરાભાઈ મિસ્ત્રી નાઓ સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર GJ 05 CS 8044 માં દમણમાં જોવા મળેલ છે જે બાતમીના આધારે દમણ પોલીસની મદદથી નાની દમણ વિસ્તારમાંથી બંને આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી, રૂરલ અને કોસંબા પોલીસ મથકના ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો હતો.

Advertisement

Share

Related posts

ગોધરા : ભામૈયા ગામનાં તૂટેલા હેન્ડપંપમાથી પાણી કાઢવા ગ્રામજનોએ જાતે જ શોધી કાઢ્યો અદભુત નુસખો પણ તંત્ર ક્યારે જાગશે ??

ProudOfGujarat

તેનું કાલા ચશ્મા જચતા વે’ બરોડિયન ગર્લ્સે છેલ્લા નોરતે ગરબા ગ્રાઉન્ડ પર મચાવી ધૂમ

ProudOfGujarat

નેશનલ હાઇવે પર સાંકરદા પાસે જી.એસ.ટી ચેકિંગ દરમિયાન સફેદ પાઉડરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!