ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ વિભાગના કર્મીઓ દ્વારા સતત ગુનાખોરીને અંજામ આપતાં તત્વો સામે લાલઆંખ કરી તેઓને જેલના સળીયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એકવાર ક્રાઇમ બ્રાંચ દ્વારા હજારોના મુદ્દામાલ સાથે નવ જેટલા જુગારીઓની ધરપકડ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારીઓમાં ચકચાર મચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે પાનોલી વિસ્તારના સંજાલી ખાતે આવેલ ગોલ્ડન ટાઉનશીપમાં આવેલ સલીમ ભાઈની ચાલમાં જુગાર રમી રહેલા (1) રાજુભાઈ બીજલાલ કનોજીયા રહે. સંજાલી અંકલેશ્વર (2) રાજેશ કુમાર કમલેશ કુમાર રાવત રહે, સંજાલી ગામ અંકલેશ્વર (3) નીરજ કુમાર હુકુમ સિંહ યાદવ રહે, સંજાલી ગામ અંકલેશ્વર (4) મુસીર મુસ્લિમ ખાન રહે, સંજાલી ગામ અંકલેશ્વર (5) મહેલાલ સુખુ કોલ રહે, સંજાલી ગામ અંકલેશ્વર (6) વિવેક કુમાર આશારામ ચૌહાણ રહે, સંજાલી ગામ અંકલેશ્વર (7) મદન કમલુ ચૌહાણ રહે, સંજાલી ગામ અંકલેશ્વર (8) જિલ્લા સુખ કોલ રહે, સંજાલી ગામ અંકલેશ્વર (9) વિનોદ કુમાર રાધે શ્યામ ચૌહાણ રહે, સંજાલી ગામ અંકલેશ્વર નાઓને ઝડપી પાડી કુલ 26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારીઓમાં ચકચાર મચ્યો છે.