ભરૂચ જિલ્લામાં વધતી જતી ગુનાખોરીની ઘટનાઓને અંકુશમાં લાવવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ દ્વારા શંકાસ્પદ પ્રવૃતિઓ ચાલતા સ્થળોઓએ સતત તવાઈ બોલાવી છે, તેમજ ગુનાખોરીને અંજામ આપતાં તત્વોને ઝડપી પાડી કાયદાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે, તેવામાં અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા શંકાસ્પદ કેમિકલ કૌભાંડનો પ્રદાફાશ કર્યો છે.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે આવેલ યોગી એસ્ટેટમાં રૂરલ પોલીસ વિભાગે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જ્યાં પ્લોટ નંબર 23 માં આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ લીકવીડ કેમિકલ ભરેલ ડ્રમ મળી આવ્યા હતા, પોલીસે પાણી જેવા રંગનું પ્રવાહી (મિક્ષ સોલ્વન્ટ )પ્લાના ડ્રમ નંગ 194 જે એક ડ્રમમાં 200 લીટર લેખે 38,800 લીટર કુલ 7,76,000 નો મુદ્દામાલનો કબ્જો મેળવ્યો હતો.
શંકાસ્પદ કેમિકલ મામલે અંકલેશ્વર રૂરલ પોલીસે બિલ કે પુરાવા માંગતા તેમજ હાજર ઈસમને પૂછતાં તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જે બાદ રૂરલ પોલીસે મામલે લલિત રમેશભાઈ સતાણીની અટકાયત કરી તેની સામે ગુનો દાખલ કરી મામલે વધુ તપાસ હાથધરી છે.