ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા નશાના વેપલાના સોદાગરો સામે જિલ્લા પોલીસ વિભાગે સતત તવાઈ બોલાવી છે, ખાસ કરી અંકલેશ્વર વિસ્તારમાં પહેલા વિદેશી દારૂના ગોડાઉનો ઝડપાયા બાદ હવે શેડની આડમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડતા નશાનો વેપલો કરતા તત્વોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર 3608 ખાતે શેડની પાછળ દીવાલના ભાગે વિપુલ પ્રમાણ વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો, ક્રાઇમ બ્રાંચ દ્વારા સ્થળ ઉપરથી વિદેશી દારૂની 219 નંગ પેટી જેમાં નાની મોટી 8820 બોટલો સહિત બિયર ટીનની કુલ 64 પેટી 1536 નંગ ટીન મળી કુલ 12,04,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે (1) સૈફ ઉર્ફે યશ કયુમ ખાન રહે, ગ્રીન પાર્ક અંકલેશ્વર (2) ગૌરાંગ જગદીશભાઈ પરમાર રહે, આશ્રય સોસાયટી ભરૂચ (3) નીરજભાઈ બાબુ ભાઈ રબારી રહે, નિકોરા ગામ ભરૂચ (4) શની બાબુભાઇ રબારી રહે, નિકોરા નાઓને ઝડપી પાડી અન્ય છ જેટલાં ઈસમોને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોમાં ફફડાટનો માહોલ છવાયો છે.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ
Advertisement