Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસનો પ્રતિન ચોકડી ખાતે ટ્રાફિક અકસ્માતો તેમજ સુવિધાઓ માટે તંત્રને જગાડવા સદ્દભાવના કાર્યક્રમ યોજાયો.

Share

ગઇકાલે અંકલેશ્વર પ્રતિન ચોકડી ખાતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવા સદભાવના તથા સદબુદ્ધિ કાર્યક્રમ રાખ્યો હતો, કાર્યક્રમ પહેલા જ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રીની એમની દુકાન ખાતેથી અટકાયત કરી શહેર પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયા હતા.

દિવસેને દિવસે વધતા અકસ્મતોના બનાવો જેમાં છેલ્લા મહિનામાં 20 થી વધુ બનાવો બન્યા છે જેમાં અનેકો લોક ઘાયલ થયા જયારે કેટલાક આશાસ્પદ યુવાનોનું જે પોતાના પરિવારના આધારસ્તંભ હતા તેવા લોકોનું મૃત્યુ નીપજ્યું છે, નર્મદા મૈયા બ્રિજના પાંચથી વધુ લાઈટ થાંભલાઓ બેફામ અકસ્માતને કારણે તૂટી ગયા છે, વધતા અકસ્માતોના કારણે ગઈ કાલે કલેકટર દ્વારા પ્રતિ કલાક 40 કિમિ ની ગતિમર્યાદાનો જાહેરનામો બહાર પડાયો છે પરંતુ તેના પર કેટલું અમલીકરણ થશે તે જોવું રહ્યું કારણ કે ભૂતકાળમાં આવા પ્રકારના જાહેરનામાં બહાર પડાયા છે જેમાં મોટા વાહનો સદંતર બંદ કરવામાં આવ્યા હતા છતાંય કેટલીક મોટી ગાડીઓના વિડિઓ સોસીયલ મીડિયા દ્વારા વાયરલ થયા હતા, પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા સાથે વાત કરતા એમણે જણાવાયું હતું કે અમે મૃતકને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ હોય, સરકાર તાનાશાહ નીતિ અપનાવી કાર્યક્રમ ના થાય તે હેતુથી અમને કાર્યક્રમ પહેલા જ નજરકેદ કરવામાં આવ્યા હતા.

અંગ્રેજગીરી નીતિનો અમે સખત શબ્દોમાં વખોડીયે છીએ કલેકટરના જાહેરનામાને અમે પ્રજાહિત તરીકે આવકારીએ છીએ પરંતુ ગતિમર્યાદા માપવા માટે ટ્રાફિક જવાનો નહિ પરંતુ ગતિ માપવાના સેન્સરો લગાડવામાં આવે જેથી જાહેરનામાનો અસરકારક અમલીકરણ થાય, મોટા વાહનો સદંતર બંદ કરવામાં આવે અને પોલીસને એના પર કડક અમલ કરાવવા હુકમ કરવામાં આવે, જયારે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા એ જણાવ્યું હતું કે ગડખોલ બ્રિજ પર લાઈટના અભાવે અકસ્માતો વધે છે તેમજ ઓએનજીસી નાં બ્રિજનું કામ ચાલુ હોવાથી ગડખોલ બ્રિજ પર ટ્રાફિકનો ભારણ વધ્યું છે જેથી તંત્ર દ્વારા જરૂરી પગલાં લઇ સમસ્યાઓનું વહેલી તકે નિવારણ લાવવું જોઈએ. આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના પ્રમુખ શરીફ કાનુગા, ઇકબાલ ગોરી, પ્રતીક કાયસ્થ, સ્પંદન પટેલ, વિનય વસાવા, સચિન મોદી, ધર્મેન્દ્રસિંહ સંગલોટ, ઉત્તમ પરમાર, સુનિલ વસાવા, જેક મુલ્લા, હુમૈદ સૈયેદ, વિગેરે આગેવાનો તથા કાર્યકરોની અટકાયત કરાયી હતી.

Advertisement

Share

Related posts

PM મોદીની પરીક્ષા પે ચર્ચા,અમદાવાદમાં વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલય નોડલ સ્કૂલ તરીકે પસંદ કરાઈ

ProudOfGujarat

વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોક પ્રશ્નો વિશેની રજૂઆતનો પ્રત્યુતર ન મળતા ગેટ પર આવેદન લટકાવી કરાયો અનોખો વિરોધ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં અને નર્મદા જિલ્લાની હદ પર આવેલા તાલુકાનાં ગામોમાં તાડફળીનાં મોટા પાયે ઝાડો હોવા છતાં લોક ડાઉનનાં કારણે ધંધો ન થવાથી રોજગારી પર અસર વર્તાઈ રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!