ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં અવારનવાર જળચર પ્રાણીઓના મોત સામે આવતા હોય છે, નદીમાં કેમિકલ યુક્ત પાણી ભરી જતા આ પ્રકારની ઘટનાઓનું નિર્માણ થતું હોય છે, તાજેતરમાં જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યાં ઉછાલી ગામ પાસે અમરાવતી નદીમાં અનેક માછલીઓના મોત નીપજ્યા હતા.
જે ઘટના ક્રમ બાદ સ્થાનિક પકૃતિ પ્રેમીઓએ મામલે જીપીસીબી અધિકારી વિજય કુમાર રાખોલીયાને કરવામાં આવી હતી, મામલે જીપીસીબી અધિકારીએ ગંભીરતા દાખવી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા, તેમજ નદીના જળને પ્રદુષિત કરનારા અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા અને અંકલેશ્વર જીઆઈડીસી નજીકથી અમરાવતી નદી વહે છે જેમાં અનેક જળચર રહેલા છે તેમજ આ નદીનું જળ પશુ પક્ષીઓ પણ પીવે છે ત્યારે અવારનવાર નદીના જળને પ્રદુષિત કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.