ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આવેલ જીઆઈડીસી વિસ્તાર પર્યાવરણ માટે કેટલી હદે ઘાતક સાબિત થઈ રહ્યો છે તેના જીવતા જાગતા પુરાવા ત્યાંના રસ્તાઓ ઉપર રખડતા શ્વાન જોઈ એ તો બધું જ સમજી જવાય તેમ છે, એક તરફ પ્રદુષિત જળથી માછલીઓના મોત અમરાવતી નદીમાં થતા હોવાનું સામે આવી રહ્યું છે તો બીજી તરફ માર્ગો પરના પશુઓ પણ કેમિકલની ચૂંગાલમાં કલરીંગ અવતારમાં જોવા મળી રહ્યા છે.
અંકલેશ્વરમાં પ્રદુષણ મામલે અવારનવાર જાગૃત નાગરિકો સહિત વિપક્ષ દ્વારા હલ્લાબોલ કરવામાં આવતા હોય છે તેમ છતાં પ્રદુષણની માત્ર ઠેરની ઠેર જ જોવા મળતી આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પ્રદુષણ ઓકતા ઉધોગો તંત્રની નજરમાં ચઢતા હોય છે તો તેઓને પણ માત્ર ક્લોઝર નોટિશો પૂરતી જ કાર્યવાહી કરવામાં આવતી હોવાનું કહેવાય રહ્યું છે, તેવામાં વધતા પ્રદુષણના કારણે હવે પશુઓ પોતાનું રંગ બદલી જોખમી રીતે જીઆઈડીસી વિસ્તારમાં ફરતા નજરે પડી રહ્યા છે.
કેમિકલના કારનામાએ અંકલેશ્વર જીઆઈડીસીના માર્ગો પર ફરતા શ્વાનને લાલ કરી મુક્યા
Advertisement