અંકલેશ્વરની આર.એમ.પી.એસ. શાળામાં આજરોજ એન.સી.સી. અવેરનેસનું અર્થસભર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી મહાવીર જૈનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ચીફ ગેસ્ટ તરીકે વડોદરાથી એન.સી.સી.ના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્વપ્નિલ શર્મા તથા એમની ટીમ, લેફ્ટનર કર્નલ ભાવના ભદોરી ઉપસ્થિત રહ્યા હતા. માર્ચ પાસ્ટ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
એન.સી.સી. કમાન્ડર ઓફિસર સ્વપ્નિલ શર્માએ તથા લેફ્ટનર કર્નલ ભાવના બદોરીએ એન.સી.સી. અવેરનેસ માટે વિસ્તૃત માહિતી આપી હતી. શાળાના ટ્રસ્ટી સચિન જૈન, મહાવીર, જૈન, શાળાના આચાર્ય મેલરોય મેકડોનાલ્ડ, હેડ મિસ્ટ્રેટ અર્ચના નેગી પટેલ, ઓપરેશન હેડ દર્શન જૈન, તેમજ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ સહભાગી થયા હતાં. ઉપસ્થિત સર્વે શ્રોતાગણે એન.સી.સી. માટેની સંપૂર્ણ માહિતી વિડીયો નિદર્શન દ્વારા મેળવી હતી.
ઉપસ્થિત મહેમાનોએ તેમની ટીમ સાથે એન.સી.સી. રજીસ્ટ્રેશન માટે શાળાનું નિદર્શન કરી શાળાકીય પ્રવૃત્તિ તથા અન્ય પ્રવૃત્તિ વિશે વિશેષ જાણકારી મેળવી હતી. આર. એમ. પી. એસ. શાળાના ટ્રસ્ટી મંડળ આ માટે એન.સી.સી. લાવવા સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. પૂરેપૂરા પ્રયત્નો કરી રહી છે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેરો ઓપ આપી રહી છે.
અંકલેશ્વરની આર.એમ.પી.એસ. શાળામાં એન.સી.સી. અવેરનેસ તેમજ ઇન્સ્પેક્શન સેમિનાર યોજાયો
Advertisement