Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરાઇ

Share

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમા આજરોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, તેમજ સાથો સાથ વર્ષના લાંબા દિવસની ઉજવણી પણ અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં કરવામાં આવી.

જેમાં સ્કુલના આચર્યની ઉપસ્થિતિમાં યોગ દિવસ ઉજવાયો હતો. યોગાના જાણકાર શિક્ષકો દ્વારા વિધ્યાર્થી ઓને યોગના આસન કરાવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને વિશ્વ યોગ દિન નિમિત્તે તેમને સમાજમાં કઇ રીતે યોગ દ્વારા ઉપયોગી થવાય અને યોગ દ્વારા સ્વાસ્થ્ય નિરોગી રહે અને એક શસક્ત સમાજ મળે તેની સમજ શાળાના શિક્ષકો એ આપી હતી. શિક્ષકો એ યોગદિવસ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ આજે વર્ષનો લાંબામાં લાંબા દિવસ અંગેની માહિતી પણ શિક્ષકમિત્રો દ્વારા આપવામાં આવી હતી અને એનું વૈજ્ઞાનીક રીતે વિધ્યાર્થીઓને મહત્વ જ્ઞાન આપી એમને સમજ આપી હતી. સ્કુલના દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને નોન ટીચીંગ સ્ટાફ દ્વારા યોગામાં ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની એ ઝોન કક્ષાના કલા ઉત્સવના કાર્યક્રમ G -20 વસુધૈવ કુટુંમ્બક્મમાં દ્વિતીય ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

ProudOfGujarat

ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત લાખોના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી વાલિયા પોલીસ.

ProudOfGujarat

કરજણ તાલુકા ખાટે મૂળનિવાસી એકતા મંચ દ્વારા તેજસ્વી તારલાઓને ટ્રોફી અને મેડલ આપી સન્માન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!