નવમા આંતરરાષ્ટ્રીય યોગદિન એક પૃથ્વી એક સ્વાસ્થ્ય થીમ પર અનેકવિધ કાર્યક્રમોની ઉજવણી થઇ રહી છે. વિશ્વને ભારતીય સંસ્કૃતિની દેન સમી યોગ વિદ્યા વિશ્વ સ્તરે સ્વીકૃતિ પામી છે.
પીરામણ ગામના તેમજ અંકલેશ્વર તાલુકાના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા પ્રાથમિક શાળા પીરામણમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામા આવી. શાળાના વિદ્યાર્થીઓ, એસ. એમ. સી સભ્યો, શાળાના વાલીગણ તેમજ ગ્રામજનો આ યોગ દિનની ઉજવણીમાં જોડાયા હતા. Yoga for harmony and peace આ થીમ પર યોગદિનની ઉજવણી કરવામા આવી હતી. વસુધૈવ કુટુમ્બકમ્ માટે યોગ અને હર ઘરના આંગણે યોગ દ્વારા લોકોમાં યોગ માટેની જનજાગૃતિ લાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ, વાલીઓ, એસ. એમ. સી સભ્યો તેમજ ગ્રામજનો સાથે મળીને યોગદિનની ઉજવણીને સફળ બનાવવામાં આવી.
Advertisement