Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની અમરાવતી નદીમાં વિશ્વ પર્યાવરણના દિવસે અસંખ્ય માછલીઓનું મૃત્યુ

Share

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને પર્યાવરણની રક્ષા માટે જાગૃતિ ફેલાવવા આ દિવસે અનેક પ્રોગ્રામો કરવામાં આવે છે ત્યારે આજે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસેથી વહેતી અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું છે. ગત વર્ષે પણ આ અમરાવતી ખાડીમાં આજ દિવસે એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસે જ અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું હતું. જેની ફરિયાદ જેતે સમયે સરકારી વિભાગો અને NGT કોર્ટમાં પણ થઇ હતી. જેની તપાસ થઇ છે અને NGT કોર્ટ દ્વારા અંકલેશ્વરની નોટીફાઇડ વિભાગની કચેરી વિરુદ્ધ નાણાકીય દંડ ચુકવવાના હુકમો થયા છે. તેમ છતાં આ ઘટનાનું એ જ દિવસે પુરાવર્તન થયું છે.

ગઈ કાલના ઓછા વરસાદમાં પણ ઔદ્યોગિક વસાહતોમાંથી પ્રદુષિત પાણી મુખ્ય માર્ગો પર અને ખાડીઓ તરફ વહેતા નજરે દેખાયા હતા જેની તપાસ અને કાર્યવાહી જીપીસીબી તરફથી કરવામાં આવી હતી.

પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ અમરાવતી ખાડીમાં વિશ્વ પર્યાવરણના દિવસે માછલીઓના મૃત્યુનું પુનરાવર્તન થયું છે. ગત વર્ષે આજ દિવસે આવી જ ઘટના બની હતી. પર્યાવરણ માટે આ ચિંતાજનક અને દુઃખદ બાબત છે. આજની ઘટના બાબતે ફરિયાદ કરવા અમોએ અંકલેશ્વર જીપીસીબી ના અધિકારી વિજયભાઈ રાખોલિયા સાહેબને અનેક ફોન કર્યા હતા પરંતુ તેઓ સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી અમારી ફરિયાદ લઇ શક્યા નથી. ”

Advertisement

Share

Related posts

બિરલા કોપર દ્વારા દહેજ ગ્રામ પંચાયત રૂા.૩૫ લાખનું રોબોટિક મેનહોલ ક્લીનમશીન આપવામાં આવ્યુ

ProudOfGujarat

વલસાડ કોંગ્રેસ દ્વારા “રોજગાર મારો અધિકાર” ફોર્મનું વિમોચન કરાયું

ProudOfGujarat

ભરૂચના કોટપારસી વિસ્તારમાં આર. એસ. દલાલ હાઇસ્કુલ પાછળ ના માર્ગને ખુલ્લો કરવા કલેકટર સમક્ષ રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!