અંકલેશ્વરના જુના બોરભાઠા બેટમાં આવેલા નાળા પાસે એક વ્યક્તિનો ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરેલો મૃતદેહ મળી આવતાં આ સમગ્ર મામલે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી.
અંકલેશ્વરમાં આજે એક પુરુષે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામના નાળા પાસે ઝાડીઓમાં એક અજાણ્યા અંદાજીત 50 વર્ષીય પુરુષનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ બનાવની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકને જાણ કરી હતી. બી-ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement