Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ઉમરવાડા ગામે T-20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાનોલી ટીમનો વિજય થયો

Share

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામે ચાલી રહેલી T-20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ રવિવારના રોજ યોજાઈ હતી જેમાં પાનોલી અને દીવા ગામની ટીમ વચ્ચે ફાઈનલનો જંગ રમાયો હતો. આ મેચમાં પાનોલીનો ભવ્ય વિજય થયો હતો. આ પ્રસંગે મરહુમ અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંદીપ પટેલે જણાવ્યું હતું કે ઉમરવાડા જેવા નાના ગામમાં ક્રિકેટના બે ગ્રાઉન્ડ છે એ ખરેખર આનંદની વાત છે જેને કારણે નાના બાળકોથી લઈને સૌ અભ્યાસ ઉપરાંત અન્ય પ્રવૃત્તિ પણ કરી શકે છે અને રમતગમતને પ્રોત્સાહન ગ્રામજનો પણ આપે છે એ આનંદની વાત છે. ફૈઝલ પટેલના હસ્તે વિજેતા ટીમને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું એમણે પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

Share

Related posts

બેંકમાંથી રૂપિયા ઉપાડી ઘરે જતા ખેડૂતની   રૂપિયા ભરેલી થેલી બાઇક સવાર આચકી ફરાર થઇ ગયા

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર ખરોડ નજીક ટ્રક ની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો

ProudOfGujarat

ગાંધીનગર સન્માન સમારોહમાં હિન્દી કવિઓનું સન્માન મૅયર રીટાબેન પટેલનાં હસ્તે કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!