Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સુરતી ભાગોળ નજીક શંકસ્પદ ભંગારના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા

Share

અંકલેશ્વર સુરતી ભાગોળ નજીકથી ભંગારનો જથ્થો ભરેલી પિકઅપ બોલેરો સાથે પોલીસે 3 ઈસમની અટકાયત કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન સુરતી ભાગોળ રોડ પર ભંગારનો જથ્થો લઇ પસાર થતી બોલેરો પિકઅપ ગાડીને શંકાના આધારે રોકી તપાસ કરતા અંદરથી ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો દાતાર નગર ખાતે આવેલા ભંગારના ગોડાઉન ખાતે લઇ જવાઈ રહ્યો હતો. ભંગારના જથ્થા અંગે પીકઅપ ગાડીમાં રહેલા ઈસમો પાસે જરૂરી બિલ પાસ પરવાનો અને જી.એસ.ટી નંબર માંગતા ત્રણે ઈસમો ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા.જેથી પોલીસે પિકઅપ ગાડીમાં રહેલ 1715 કિલો ભંગારનો જથ્થો કિંમત રૂ. 51,450 તેમજ બોલેરો પીકઅપ કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ 2.51.450 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તેમજ પકડાયેલ આરોપીઓમાં (1) મોહમ્મદ ખાલિદ મનીહાર (2) રફીક અહેમદ આશિક અલી પઠાણ (3) અબ્દુલ મજીદ અબ્દુલ હમીદ શેખ નાઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર એ ડિવીઝનને સોંપવામાં આવેલ.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં મહોરમની જુલૂસ કાઢયા વિના શાંતિપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : કુરચણ ગામની શાળામાં અભ્યાસ કરતા છાત્રોને શિક્ષિકા દ્વારા માસ્ક તેમજ સેનેટાઇઝરનું વિતરણ કરાયું…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતોમાં એક બાળકીનું મોત અને એક ઇસમને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!