અંકલેશ્વર ખાતે કાર્યરત ઝીલ નૃત્ય એકેડેમી દ્વારા શારદા ભવન ટાઉનહોલ ખાતે ગતરોજ ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1985 ના વર્ષથી સંસ્કૃતિને જાળવતી ઝીલ નૃત્ય એકેડેમીના કલ્પનાબેન જૈન દ્વારા નિયમિત રીતે આરંગેત્રમ તેમજ ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવે છે જેમાં ગતરોજ અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉનહોલ ખાતે ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોનહાર અને સંસ્કૃતિપ્રેમી દીકરીઓ ધ્રુવી લાલાજી, રિદ્ધિ લાલાજી, પ્રિયાંશી પટેલ અને દિયા કાપડિયા દ્વારા સુંદર ભરતનાટ્યમની રજૂઆત કરાઈ હતી.
આ પ્રસંગે અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મહેશ પટેલ ઉપરાંત iit મુંબઈના પી.એચ.ડી શ્રીકાંત વાઘ અને મહેસાણા ચેરીટેબલ ટ્રસ્ટ ચેરમેન અરવિંદભાઈ પટેલ ઉપરાંત સંસ્કૃતિ પ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement