કોરોનાની બીજી લહેરમાં ગુજરાતભરમાં ઓક્સિજનની અછતને લઈ હોહાપો મચ્યો હતો. ચુડા સીએચસીમાં અંકલેશ્વરની ડેક્કાન કંપનીએ વિનામુલ્યે ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કર્યો છે. 25 દર્દીને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચુડા સીએચસીમાં ઓક્સિજન પ્લાન્ટ મળતા ભવિષ્યમાં ઓક્સિજનની બોટલો ભરાવવા માટે ધક્કા બચી જશે.
મોટાભાગની સરકારી હોસ્પિટલો, સામુહીક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનની અછતના બુમરાણા સંભળાયા હતા.ઓક્સિજનની અછતના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવ્યો હતો. ચુડા તાલુકાના 36 ગામો વચ્ચેનું એકમાત્ર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડનું કોવીડ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. પરંતુ ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દી માટે સુરેન્દ્રનગરથી બોટલો ભરાવવા માટે ધક્કા ખાવા પડતા હતા. સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો અને સીએચસીમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે મોટી કંપનીઓને આહ્વાન કરવામાં આવ્યું હતું. લોકસેવા માટે તત્પર અંકલેશ્વરની ડેક્કાન કંપનીએ ચુડા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં વિનામુલ્યે 19 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કર્યો છે. ચુડા સીએચસીના ડૉ.બી.જે.ગોહીલે જણાવ્યું હતું કે 25 બેડના દર્દીને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહેશે તેવો આશાવાદ છે.
અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ ESIC હોસ્પિટલમાં DCM કંપની દ્વારા બે ઓક્સિજન પ્લાન્ટ ડોનેટ કરાયા : કલેકટર ડો.એમ.ડી.મોડિયાના હસ્તે કરાયું લોકાર્પણ.
Advertisement