અંકલેશ્વર સ્થિત અગ્રગણ્ય ઔદ્યોગિક ગૃહ “નીલકંઠ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ”ના નવનિર્મીત ફાર્મા એ.પી.આઈના અધ્યતન મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનું આજરોજ પૂજય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી (એસ.જી.વી.પી- અમદાવાદ)ના વરદહસ્તે ઉદધાટન કારવામાં આવ્યુ.
આ શુભપ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ આ નવનર્મિત પરીસર સફળતાના શિખરો સર કરે એ માટે આશીર્વચન આપ્યા હતા અને મહાનુભાવો દ્વારા “નીલકંઠ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ” ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે “નીલકંઠ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ”ના ચેરમેન વિપુલ ગજેરાએ જણાવ્યુ હતું કે કોરોનાના કપળા સમયમાં દવાની અછતને કારણે સામાન્ય માણસને વેઠવી પડેલ અસહ્ય પીડાની અનુભૂતિના પરીણામ સ્વરુપે અને રાષ્ટ્રનિર્માણના હેતુ સાથે શક્ય હોય એટલી વધુ રોજગારીનું નિર્માણ કરવા માટે તેમણે અંકલેશ્વર મુકામે એક વિશાળ ફાર્મા પ્લાન્ટનું નક્કી કર્યું જે આજે તૈયાર થઈ ગયો છે. આ પ્લાન્ટ થકી નીલકંઠ ગૃપ દ્વારા રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપેલ છે. તેઓએ આ પ્રસંગે આ ભગીરથ સેવાકાર્યમા જોડાયેલ તમામ કર્મચારીઓ તથા અન્યોનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે “નીલકંઠ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ” દ્વારા હાલમાં જ ભરુચ જિલ્લાની દહેજ ઔદ્યોગિક વસાહત ખાતે “વોકલ ફોર લોકલ” ની મુહિમ સાથે ફર્ટિલાઈઝર અને પેસ્ટીસાઈડના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનુ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના નવા સાહસ નીલકંઠ ઓર્ગેનિકસ પ્રા.લી- યુનિટ-૩ (ફાર્મા ડિવીઝન) નું ઉદધાટન કરાયું
Advertisement