અંકલેશ્વર તાલુકાના પાનોલી પોલસ મથકની હદ વિસ્તારમાં આવેલ આલુંજ ગામની સીમમાં બાળવળીયાની વચ્ચે ગૌ વંશને ક્રૂરતા પૂર્વક બાંધી રાખી ગૌ વંશનું કતલ થતું હોવાની બાતમીના આધારે પાનોલી પોલીસના કર્મીઓએ સ્થળ ઉપર દરોડા પાડી 31 જેટલાં ગૌવંશને કસાઈની ચૂંગાલ માંથી મુક્ત કરાવી 260 કિલો ગ્રામ માંસ કબ્જે કરી ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
પાનોલી પોલીસે મામલે ત્રણ જેટલાં આરોપી (1) આશિફ અબ્દુલ સુલેમાન જોગીયાત રહે,આલુંજ અંકલેશ્વર (2) સુલેમાન ઇકબાલ સુલેમાન જોગીયાત રહે,આલુંજ અંકલેશ્વર તેમજ (3) સલમાન સઇદ અહેમદ કાલુ દીવાન રહે, પાનોલી અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી કતલ કરવાના સાધનો છરીઓ, કુહાડી વજન કાંટો સહિત 31 નંગ ગૌવંશ મળી કુલ 4,89,550 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પાનોલી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ગૌવંશનું કતલ કરી તેને આરોપીઓ દ્વારા પોતાના આર્થિક ફાયદા સારું વેચાણ કરવામાં આવતું હતું, પરંતુ આખરે આ કસાઈઓના કારનામાને પાનોલી પોલીસ ઝડપી પાડી 30 થી વધુ જીવંત પશુઓને કસાઈઓની ચૂંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા અને તેઓને જેલના સળીયા ગણતા કર્યા છે.