Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ રીગલ એપાર્ટમેન્ટમાં આવેલ દુકાનમાંથી શંકાસ્પદ ઇલેક્ટ્રિક સામાન સાથે એક ઈસમની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

Share

ભરૂચ જિલ્લામાં ગુનાખોરીને ડામવા અને ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ દ્વારા ઠેરઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે, ખાસ કરી શંકાસ્પદ લાગતી પ્રવૃતિઓ પર પોલીસની બાઝ નજર રહી છે.

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે રીગલ એપાર્ટમેન્ટ ખાતે આવેલ નીચેની શર્ટરવાળી દુકાનના વેલ્ડિંગ મશીનનો શંકાસ્પદ મુદ્દામાલ સંતાડયો હોવાનું સામે આવ્યું હતું, જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન નંગ 16 કિંમત રૂપિયા 2,72000 ના મુદ્દામાલ સાથે હેમરાજ પ્રભુ લાલ પ્રજાપતિ રહે, કાપોદ્રા અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગર પાલિકા : કૃપીયા ધ્યાન દે,, કર્મચારી કાર્યક્રમ મેં વ્યસ્ત હૈ.

ProudOfGujarat

કરજણમાં લારી ગલ્લા ધારકોના સમર્થનમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા મામલતદારને આવેદન પાઠવી કરી રજૂઆત.

ProudOfGujarat

ગોધરા એલ.સી.બી પોલીસે સાંરગપુર ચોકડી પાસેથી ઈગ્લીશ દારૂનો જથ્થો ઝડ્પ્યો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!