Proud of Gujarat
FeaturedGujaratINDIA

કાર ખાબકી ખાઈમાં – અંકલેશ્વર અંદાડા માર્ગ પર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં ઉતરી જતા અકસ્માત

Share

ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, રોજની અકસ્માતની ઘટનાઓમાં કેટલાક લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાય લોકો સારવાર લેવા મજબુર બનતા હોય છે, ખાસ કરી હાઇવે વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી હોય છે, તેવામાં વધુ એક ઘટના ગત મોડી રાત્રીના સમયે સામે આવી છે.

અંકલેશ્વરના અંદાડા ગામથી મીઠા ફેક્ટરી તરફ જવાનાં માર્ગ ઉપર ગત રાત્રીના સમયે એક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલ ખાઈમાં ઉતરી ગઈ હતી, જે બાદ ઉપસ્થિત લોકોમાં પણ નાશભાગ મચી હતી.

Advertisement

અકસ્માતની ઘટનામાં કારનો ચાલક કાર પલ્ટી ખાઈ જતા તેમાં જ ફસાઈ રહ્યો હતો જે બાદ સ્થળ ઉપર ઉપસ્થિત લોકોએ તેને રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો, અકસ્માતની સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી, જેને લઈ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.


Share

Related posts

સિહોરના રાજકોટ રોડ ભગવતી નગર નાકે દુકાન માંથી ચોરી કરનાર કિશન લોક-અપના સળિયા પાછળ ધકેલાયો..

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડીમાં વરસાદ બંધ થયા બાદ વીજ વિભાગે વીજપોલોની ચકાસણી કરી.

ProudOfGujarat

નર્મદા નહેર નિગમના પાપે ભરૂચની 2 લાખ પ્રજાને ભર ઉનાળે ચૈત્રી નવરાત્રી અને રમઝાન ટાણે જ પાણી માટે તરસવાનો વારો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!