સામન્ય રીતે દેશમાં ક્રિકેટ પ્રત્યેનો ક્રેઝ અવિરત રહ્યો છે જોકે સમયની સાથે યુવાનોમાં ખેલ પ્રત્યે રુચિ તેમજ પ્લેટફોર્મ મળતા યુવાઓ અન્ય રમતોમાં પણ જંપલવી રહ્યાં છે. રાષ્ટ્રીય લેવલ પર પણ અલગ અલગ રમતોને આવરી મોટા મોટા ટુર્નામેન્ટના આયોજન કરવામાં આવી રહ્યાં છે ત્યારે સૂટિંગ બોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્તપ્રદેશના વારાણસી ખાતે રાષ્ટ્રીય લેવલની ૪૨ મી મેન્સ એન્ડ વુમન સિનિયર સુટિંગ બોલ ચેમ્પિનશિપ -૨૦૨૩ નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની ટીમ પણ ભાગ લઈ રહી છે જેને લઈ સુટિંગ બોલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ટીમની પસંદગી કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વરના બે યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૪૨ મી મેન્સ એન્ડ વુમન સિનિયર સુટિંગ બોલ ચેમ્પિનશિપ ૨૦૨૩ માં ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાંથી કુલ ૨૪ પ્રતિભાશાળી ખેલાડીઓ ની પસંદગી કરવામાં આવી છે જેમાં અંકલેશ્વરના નીરવ પટેલ અને ભાવેશ પટેલની પસંદગી થયાં અંકલેશ્વર શહેર તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું અને પટેલ પરીવારમાં પણ આનંદની લાગણી સવાઈ હતી. ગુજરાતની મેન્સ ટીમના ૧૨ ખેલાડીઓમાંથી બે યુવાનો અંકલેશ્વરના હોવાથી આગામી યોજનાર સુટિંગ બોલ ચેમ્પિનશિપમાં ૨૦૨૩ સૌ કોઈની નજર રહસે અને ગુજરાતની ટીમ ઉત્કર્ત દેખાવ કરી વિજેતા બનશે તેવી સુટિંગ બોલ એસોસિએશન ઓફ ગુજરાત એ આશા વ્યકત કરી છે.
ઉત્તપ્રદેશના વારાણસીમાં યોજાનાર ૪૨ મી મેન્સ એન્ડ વુમન સિનિયર સુટિંગ બોલ ચેમ્પિનશિપમાં અંકલેશ્વરના બે યુવાનોની પસંદગી કરાઇ
Advertisement