Proud of Gujarat
FeaturedGujaratINDIA

હીટ એન્ડ રન – અંકલેશ્વર રાજપીપલા ચોકડી બ્રિજ પાસે અજાણ્યો વાહન ચાલક બાઈક સવારને ટક્કર મારી મોત નીપજાવી ફરાર

Share

ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ખાસ કરીને હાઇવે વિસ્તારમાં હીટ એન્ડ રન સહિતની અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી દેખાઈ રહી છે, જિલ્લામાં વીતેલા 24 કલાકમાં જ અકસ્માતની ઉપરાછાપરી ઘટનાઓ સામે આવી છે જેમાં બાળક સહિત અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, તેવામાં વધુ એક અકસ્માત અંકલેશ્વર નેશનલ હાઇવે વિસ્તારમાં સર્જાયો હતો.

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર રાજપીપલા ચોકડી બ્રિજ ચઢતા પહેલા મોટર સાયકલ લઈ પસાર થઈ રહેલ અંદાડા ઇન્દ્રપ્રસ સોસાયટીમાં રહેતા ઉજ્જેન સીંગ ઝીંગા રાજપૂત ઉ.વ 48 નાઓની મોટર સાયકલ નંબર GJ 16 DA 3484 ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઉજ્જેન સીંગ રોડ પર ફંગોળાયા હતા જે બાદ ગંભીર ઈજાઓને પગલે તેઓનું ઘટનાઓ સ્થળે જ મોત નીપજ્યું હતું.

Advertisement

અકસ્માતની ઘટના બાદ સ્થળ ઉપર લોક ટોળા ઉમટી પડયા હતા તેમજ ઘટનાઓ અંગેની જાણ અંકલેશ્વર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતકની લાશનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.


Share

Related posts

સુરતમાં કેમિકલવાળા ડ્રમ ખોલતા ગેસનું ગળતર થતાં ચાર કામદારોના શ્વાસ રૂંધાઇ જવાથી મોત

ProudOfGujarat

ભરૂચ : આર.ટી.આઇ કાર્યકરોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

ભરૂચમાં વડદલા પાસે બેકાબુ ટ્રેલરે ૨૦ થી વધુ વાહનોને કચડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!