Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની વૃંદાવન સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 3 લાખ ઉપરાંતની ચોરી કરી પલાયન

Share

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન તસ્કરોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મકાનોને ટાર્ગેટ બનાવી ચોરીઓને અંજામ અપાઈ રહ્યો હોવાની એક બાદ એક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે, તેવામાં વધુ એકવાર અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની વૃંદાવન સોસાયટીના બંધ મકાનને તસ્કરો એ નિશાન બનાવી લાખોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ચકચાર મચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટી ખાતે રહેતા અને ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાકટરનું કામ કરતા દિલીપસિંહ લાલજીભાઈ ચાવડાના બંધ મકાનના પહેલા માળે આવેલ હોલનો દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી નીચેના રૂમમાં લાકડાના કબાટનો દરવાજો ખોલી અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.

Advertisement

તસ્કરો એ કબાટમાં મુકેલ સોનાનો મંગળ સૂત્ર, સોનાનો હાર, સોનાની વીંટીઓ, બુટ્ટી સહિત 3,84,420 ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઈ જતા ભારે ભળભળાટ મચ્યો હતો. દિલીપભાઈને પોતાના મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતા જ તેઓએ સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા પોલીસે મકાન માલિકની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

અંકલેશ્વર : શ્રોફ એસ.આર રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર અને દેડીયાપાડા તાલુકા માટે પશુ સારવાર માટેની બે મોબાઈલ વાનનું કરાયુ લોકાર્પણ.

ProudOfGujarat

વહેલી સવારનાં સમયે ભરૂચ પંથકમાં ધુમ્મસની ચાદર છવાઈ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!