હાલ આઈપીએલ ક્રિકેટ મેચો ચાલી રહી છે, કહેવાય છે કે મેચ જેટલી રોમાંચક હોય છે એટલો જ તેની પાછળ સટ્ટા બજાર પણ માહોલ પણ જામતો હોય છે, ખાસ કરી ભરૂચ જિલ્લામાં સટ્ટા બેટિંગના કિસ્સા એક બાદ એક સામે આવતા દેખાઈ રહ્યા છે. પ્રથમ ભરૂચ શહેરમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઓન લાઈન સટ્ટા બેટિંગ ઝડપી પાડ્યું હતું, જે બાદ હવે અંકલેશ્વરમાં પણ સટ્ટા બેટિંગના રવાડે ચઢેલા 15 જેટલાં ઈસમો સામે શહેર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા સટ્ટોડીયા ઓમાં ભારે ખળભળાટ મચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે જીન ફળિયા પાસેની ખુલ્લી જગ્યામાં એપ્લિકેશન TATA IPL 2023 નામનું ગ્રુપ બનાવી રવિવારે ચાલી રહેલ ગુજરાત ટાઇટન્સ અને રાજેસ્થાન રોયલ્સની મેચ ઉપર પેરો બનાવી ઓન લાઈન સટ્ટા બેટિંગ કરતા સુનિલ સુરેશભાઈ વસાવા રહે,જીન ફળિયા અંકલેશ્વર, રાહુલ સુરેશભાઈ વસાવા રહે. જીન ફળિયા અંકલેશ્વર તેમજ વિક્રમ ઉર્ફે પુંછો સરાદ ભાઈ વસાવા રહે, જીન ફળિયા નાઓને સટ્ટા બેટિંગ પર હાર જીતનો જુગાર રમાડવાના સાધનો સહિત રોકડ રકમ મળી કુલ 1,19450 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસની તપાસમાં મોબાઈલ ચાર્ટમાં પેઈર બનાવી ખેલાડીઓની માંગ કરનારા અન્ય 10 થી વધુ ઈસમોના મોબાઈલ નંબર મળી આવતા પોલીસે તમામના નામ જોગ ફરિયાદ નોંધી તમામ ઈસમોની ધરપકડના ચક્રોગતિમાન કરતા સટ્ટા બેટિંગ કરતા તત્વોમાં ચકચાર મચી છે.