Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી વેપારીઓને દંડનીય કાર્યવાહી કરી

Share

આજરોજ તા- ૧૪/૪/૨૦૨૩ શુક્રવારના રોજ અંક્લેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનયભાઈ વસાવા, કારોબારી ચેરમેન સંદીપભાઈ પટેલ, ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સપેક્ટર રઘુવીરસિંહ મહીડા એ તેઓની ટીમ સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેનું સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

આ ચેકીંગની કામગીરી દરમ્યાન પ્લાસ્ટીક બેગ, સ્ટ્રો અને ચમચીનું વેચાણ અને ઉપયોગ કરતા ઈસમો પાસેથી કરવા સ્થળ ઉપર જ ૬ – ઈસમો પાસેથી રૂ. ૪,૭૫૦/- નો દંડ વહીવટી ચાર્જ વસુલ કરીને ૧૨૦ માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિક બેગ, સ્ટ્રો અને ચમચીનો કુલ – કિલો ૪૭ / ૨૦૦ ગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરી સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની હાજરીમાં સેનીટેશન સુપરવાઈઝર ભરત પટેલ, સલીમ સૈયદ, કનૈયા પટેલ, ગૌરાંગ ગોહેલ, તેજસ પટેલ, પ્રકાશ સોલંકી અને પ્રણવ જાદવ હાજર રહેલ હતા.

સેનેટરી ઇન્સ્પેક્ટર મહીડા દ્વારા શહેરના નાગરિકો અને ધંધો કરતા વેપારીઓને નમ્ર અપીલ સાથે સૌને સખ્ત તાકીદ પણ કરેલ કે તમોને નગરપાલિકા તરફથી વારંવાર સુચના આપી છે છતાં તમો આવી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ વિગેરેમાં વેચાણ કરતાં માલુમ પડશો તો તમારો એવો જથ્થો જપ્ત કરીને કાયદેસરની સખ્ત કાર્યવાહી કરવાની ફરજ પડશે. તમો જ્યારે ખરીદી કરવા બજાર કે માર્કેટમાં જાવ ત્યારે તમો ઘરેથી જ કાપડની બેગ, શણની બેગ અથવા પેપર બેગનો જ ઉપયોગ કરવા માટે લઈ જવા તાકીદ પણ કરવામાં આવે છે. પર્યાવરણને અને જમીનમાં પ્લાસ્ટિકના ઉપયોગથી નુકશાન ન થાય તે માટે સહકાર આપવો આપણી સૌની ફરજ છે.

Advertisement

Share

Related posts

27 જૂનથી થિયેટર ખોલવા સરકારે મંજૂરી આપી : અમદાવાદ મલ્ટિપ્લેક્ષ એસોસિયેશનનો જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો વિસ્તારોમાં 144 મી કલમ લાગુ કરાઈ.

ProudOfGujarat

રાજેશ ગોહિલની હત્યા અંગે યોગ્ય દિશામાં તપાસ કરવા ધરણા કાર્યક્રમ યોજાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!