ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓમાં બેફામ બનેલા તત્વો સામે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ વિભાગો દ્વારા અનેક સ્થળે દરોડાઓ પાડી બુટલેગરોના તેમજ જુગારી તત્વોને જેલના સળીયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એકવાર અંકલેશ્વરના જીન ફળિયા વિસ્તારમાં શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડી હજારોના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર બસ ડેપોની સામે આવેલ જીન ફળિયા વિસ્તાર ખાતેની એક ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસના કર્મીઓએ સ્થળ પર જઈ દરોડા પાડયા હતા, દરમ્યાન જુગાર રમતા પાંચ ઈસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
પોલીસના દરોડામાં (1) નરેશભાઈ મગનભાઈ વસાવા રહે, કોયલી માંડવી, નેત્રંગ ભરૂચ (2) મોહમ્મદ ઈરફાન અબ્દુલ લતીફ શેખ રહે, મલેક વાડ હાંસોટ ભરૂચ (3) ઉમેશ સજ્જન ભાઇલાલ ગુપ્તા રહે,ખરોડ અંકલેશ્વર (4) આંનદ વસાવા રહે, જીન ફળિયું અંકલેશ્વર તેમજ (5) પુંછો રહે જીન ફળિયું અંકલેશ્વર નાઓને દાવ પરની રોકડ, મોબાઈલ ફોન સહિત રીક્ષા મળી કુલ 84 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારી તત્વોમાં ફફડાટની લાગણી છવાઈ જવા પામી છે.