Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખોદી જમીન નીકળો દારૂ – અંકલેશ્વર સેંગપુર ગામના તળાવ પાસે માટીમાં દાટી સંતાડેલ વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

Share

ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો અવનવા હથકંડા અપનાવીને પણ પોતાના નાપાક મનસુબા પાર પાડતા હોય છે, જિલ્લામાં ચાલુ વર્ષે જ અનેક સ્થળે પાડવામાં આવેલ પોલીસના સફળ દરોડાઓમાં લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબ ઝડપાઈ ચુક્યો છે, ત્યારે હજુ પણ કેટલાક તત્વો નશાનો વેપલો પોલીસને હાથ તાળી આપી ધમધમાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

અંકલેશ્વરના સારંગપુર ગામ પાસેના તળાવ નજીક જમીનમાં ખાડો ખોદી કેરબામાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો, જે બાદ પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્થળ ઉપર જઈ તપાસ કરતા બુટલેગરોના કારનામા સામે આવ્યા હતા, જ્યાં પોલીસે જમીન ખોદી કેરબો કાઢતા તેમાંથી એક બાદ એક અનેક દારૂની બોટલો નીકળતા ઉપસ્થિત લોકો ચોંકી ઉઠયા હતા.

હાલ મામલે અંકલેશ્વર પોલીસે હજારોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો કબ્જે કરી મામલે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ગુજરાત હવે બન્યું ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ, 3 દિવસમાં હજાર કરોડ રૂપિયા કરતાં વઘુનું ડ્રગ્સ પકડાયું.

ProudOfGujarat

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મીરે એસેટ નિફ્ટી મિડકેપ 150 ઇટીએફ (“સ્કીમ”) ની પ્રસ્તુતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!